Posts

શિક્ષણમાં આવેલ ઐતિહાસિક પરિવર્તનો

Image
                  🌟   પ્રસ્તાવના 🌟 માનવ જાતનો ઈતિહાસ જોતા માલુમ પડે છે કે ઉત્પત્તિનાં વર્ષોમાં માનવી જંગલોમાં ભટકતો અને અસ્થાયી જીવન ગાળતો હતો. ત્યારબાદ માણસે ખેતી અપનાવી, તેથી એ એક જગ્યાએ સ્થાયી થયો. પરિણામે પરસ્પરના માનવ સબંધો સ્થપાયા અને સમાજ રચનાનો પાયો નંખાયો. ગ્રામ સંસ્કૃતિ પેદા થઇ. માણસ જે વિસ્તારમાં વસતો હતો તે પ્રમાણેની તેની રહેણી-કરણી અને જીવનશૈલી બની ગઈ જે અનેક પેઢીઓ પછી એ કુટુંબ, સમાજ કે વિસ્તારની સંસ્કૃતિ બની બની ગઈ. ક્રમશ:ખેતી ઉપરાંત ઔધોગિક પ્રવૃંત્તિઓને પણ માનવજાતે સ્વીકાર્યા. ઔધગીકીકરણને કારણે આર્થિક પ્રવત્તિઓમાં નિશ્ચિતતા આવી. આદાન-પ્રદાનના પ્રમાણ પહેલેથી નક્કી કરી શકાયા અને યંત્રોની સાથે કામ કરવા માટે અપેક્ષિત શિસ્ત પણ આવી. આ બધાએ ભેગાં થઈને સમાજ રચના અને પરિવર્તનમાં મહત્વનો ફાળો આપ્યો.  પહેલા ઔધગીકીકરણ આવ્યું અને તેના પગલે સમાજ અને વિશ્વને નવેસરથી સમજવાના પ્રયાસો શરૂ થયા જેમાંથી આધુનિકતા આવી. ફ્રેન્ચ ક્રાંતિને કારણે સમાનતા, બંધુતા અને મિત્રતાના પાયા પર આધુનિક સમાજની રચના કરવાના પ્રયત્નો શરૂ થયા. પાછળથી તેમાં ન્યાયનો પણ ઉમેરો થયો. બોલ્શેવિક ક્રાંતિએ દુનિયાને સમાનતાન