શિક્ષણમાં આવેલ ઐતિહાસિક પરિવર્તનો

 


                🌟  પ્રસ્તાવના 🌟


માનવ જાતનો ઈતિહાસ જોતા માલુમ પડે છે કે ઉત્પત્તિનાં વર્ષોમાં માનવી જંગલોમાં ભટકતો અને અસ્થાયી જીવન ગાળતો હતો. ત્યારબાદ માણસે ખેતી અપનાવી, તેથી એ એક જગ્યાએ સ્થાયી થયો. પરિણામે પરસ્પરના માનવ સબંધો સ્થપાયા અને સમાજ રચનાનો પાયો નંખાયો. ગ્રામ સંસ્કૃતિ પેદા થઇ. માણસ જે વિસ્તારમાં વસતો હતો તે પ્રમાણેની તેની રહેણી-કરણી અને જીવનશૈલી બની ગઈ જે અનેક પેઢીઓ પછી એ કુટુંબ, સમાજ કે વિસ્તારની સંસ્કૃતિ બની બની ગઈ. ક્રમશ:ખેતી ઉપરાંત ઔધોગિક પ્રવૃંત્તિઓને પણ માનવજાતે સ્વીકાર્યા. ઔધગીકીકરણને કારણે આર્થિક પ્રવત્તિઓમાં નિશ્ચિતતા આવી. આદાન-પ્રદાનના પ્રમાણ પહેલેથી નક્કી કરી શકાયા અને યંત્રોની સાથે કામ કરવા માટે અપેક્ષિત શિસ્ત પણ આવી. આ બધાએ ભેગાં થઈને સમાજ રચના અને પરિવર્તનમાં મહત્વનો ફાળો આપ્યો.


 પહેલા ઔધગીકીકરણ આવ્યું અને તેના પગલે સમાજ અને વિશ્વને નવેસરથી સમજવાના પ્રયાસો શરૂ થયા જેમાંથી આધુનિકતા આવી. ફ્રેન્ચ ક્રાંતિને કારણે સમાનતા, બંધુતા અને મિત્રતાના પાયા પર આધુનિક સમાજની રચના કરવાના પ્રયત્નો શરૂ થયા. પાછળથી તેમાં ન્યાયનો પણ ઉમેરો થયો. બોલ્શેવિક ક્રાંતિએ દુનિયાને સમાનતાનો નવો પથ આપ્યો. આધુનિકતાના આ તમામ લક્ષણો તેના પૂર્વેના સમાજમાં ન હતા. આ બે પરિવર્તનોને કારણે સમાજ અને સંસ્કૃતિમાં આમૂલ પરિવર્તનો આવ્યા. જેની અસરથી શિક્ષણ જગત પણ બાકાત રહી શક્યુ નહી.


       


સમગ્ર બાબતને સમજવા માટે જુદા-જુદા તત્વોની સંકલ્પનાઓ સ્પષ્ટ કરવાની જરૂર છે. જે નીચે પ્રમાણે છે.


👉 સમાજ:


અર્થ-


આપણે જાણી એ છીએ કે  મનુષ્ય એક સામાજિક પ્રાણી છે,  સમાજ મનુષ્યને પ્રાણી માંથી માનવ અને આખરે પુરુષોત્તમ બનાવે છે, ચપટી ધૂળની પણ માનવને જરૂર પડે છે. એવી જ રીતે દુનિયાનાં કોઈ  શ્રીમંત, રાજા –મહારાજા, ગરીબ – તવંગર કે ફકીરને સમાજની જરૂર પડે છે, સામાજિક સંબંધો વ્યક્તિનું ચરિત્ર નિર્માણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, કહી શકાય કે વ્યક્તિનાં સામાજિક  સંબંધો  એના ચરિત્ર નું પ્રતિબિંબ છે.


વ્યાખ્યા-


સામાન્ય અર્થમાં સમાજની વ્યાખ્યા આપણે ‘સમાજ’ શબ્દ વડે જ કરીએ છીએ પરંતુ કોઈપણ શબ્દને સમજવું હોય તો તેને વ્યાખ્યાથી બાંધવું જ પડે.

‘સમાજ’ની વ્યાખ્યા આપતા મેરીયમ વેબસ્ટરે કહ્યુ છે કે, “સામાન્ય, કાયદા, રૂઢિઓ અને મુલ્યોથી સંગઠિત થયેલ સમુદાયો કે જે એવું સામાન્યપણે વિચારે છે કે તેઓ એકબીજા સાથે સંકળાયેલા છે. તેવા લોકોનો સમૂહ એટલે સમાજ.”

“સમાજ એટલે સમજદારી પૂર્વકના સંબંધોની માવજત અને જતન.”

“મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સમાજ મનુષ્યને પ્રાણીમાંથી માનવ અને આખરે પુરુષોત્તમ બનાવે છે. સામાજિક સંબંધો વ્યક્તિનું ચરિત્ર નિર્માણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કહી શકાય કે વ્યક્તિના સામાજિક સંબંધો તેના ચરિત્ર નું પ્રતિબિંબ છે.”



           - કમલેશ રવિશંકર રાવલ (રાંતેજ વાળા)

People in general thought of as living together in organised communities with shared laws

  traditions and values.


   સંકલ્પના-


    સમાજ એટલે ..........................

  લોકોનો સમૂહ.

સમજદારી પૂર્વકના સંબંધો

   વ્યક્તિના સામાજિક સંબંધો.

માનવીનાં ચરિત્રનું પ્રતિબિંબ.

મનુષ્યને પ્રાણીમાંથી માનવ અને આખરે પુરુષોત્તમ બનાવનાર.

કાયદા,રૂઢિઓ અને મુલ્યોથી સંગઠિત થયેલ સમુદાયો.


         સમાજની આ સંકલ્પનાઓ લોકોને સંગઠિત હોવાનું અને કાયદા વગેરેની બાબતમાં તેઓ એકબીજા સાથે ભેગા થઈને વર્તે છે એવો  ભાવ હોવાનું દર્શાવે છે. ટુકમાં, સમાજમાં પરસ્પર આધિનતા અને પરસ્પરના બંધનો મુખ્ય બાબત છે.


👉 સંસ્કૃતિ(culture):




અર્થ:


સંસ્કૃતિએ બે શબ્દ સમાન અને કાર્યનું બનેલું છે. એટલે કે સમાન કાર્ય કરતો કોઈ ચોક્કસ સમૂહ એટલે સંસ્કૃતિ


વ્યાખ્યા:

    સમાજના એક જૂથની કુલ વર્તન તરેહ એટલે સંસ્કૃતિ.

    કોઈ વિશિષ્ટ સમયમાં વિશિષ્ટ સ્થળે નિવાસ કરનારા વિશિષ્ટ લોકોની જીવન વ્યતિત કરવાની જીવનશૈલી એટલે સંસ્કૃતિ.

  મનુષ્યને જે વિકસિત જીવન તરફ લઈ જઈ ઉન્નત બનાવે છે અને મનુષ્યને સંસ્કારી બનાવે છે, તેને સંસ્કૃતિ કહેવાય છે.

    મહાપુરુષો કહે છે કે મનુષ્યની વિચાર  પ્રણાલી, જીવન પ્રણાલી અને ભક્તિ પ્રણાલી એટલે સંસ્કૃતિ.



સંકલ્પના:


સંસ્કૃત્તિ એટલે...........................


જીવન જીવવાની કળા.


જૂથની કુલ વર્તન તરેહ.


લોકોની જીવન વ્યતીત કરવાની જીવનશૈલી.


લોકોની વિચાર પ્રણાલી.


લોકોની જીવન પ્રણાલી.


લોકોની ભક્તિ પ્રણાલી.


👉 આધુનિકતા:(modernism)




વ્યાખ્યા:


‘Modernism is inifialy mooted in the sixteenth  century with liberty, initially, equality and fraternity as basic values in which justice was added in the beginning of the twentieth century.’


👉  શિક્ષણમાં આવેલા ઐતિહાસિક પરિવર્તનો:

ભારતમાં શિક્ષણનું અવ્યવસ્થિત તંત્ર વ્યવસ્થિત બન્યું.ગામડામાં મહેતાજીઓની ધૂળીયા નિશાળોના બદલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને વ્યવસ્થિત સ્વરૂપ અપાયું. 

૧૮૫૭માં ભારતના ત્રણ સ્થળે મુંબઈ, કોલક્ત્તા, અને ચેન્નાઈમાં યુનિવર્સીટીઓની સ્થાપના થઈ.

૧૯મી સદીમાં ભારતમાં ઓદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. તેના  પરિણામે વિજ્ઞાન વિષયનું મહત્વ વધ્યું. ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાનનો એક વિદ્યાશાખા  તરીકે વિકાસ થયો. ટેક્નીકલ અને ઇન્જીનિયરીંગ શિક્ષણનો આરંભ થયો. પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે વિજ્ઞાન, ગણિત અને ટેકનીકલ વિષયો દાખલ થયા.

અંગ્રેજી શાસન દરમિયાન શિક્ષણ સુધારા માટે વિવિધ કમિશનો નિમાયા અને તેમની ભલામણોથી શિક્ષણમાં જરૂરી પરિવર્તનો થયા.

દરેક જીલ્લામાં બે થી ત્રણ હાઈસ્કુલ હતી.

પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ.

સ્ત્રીશિક્ષણનો વ્યાપ વધ્યો. મહિલા કોલેજો શરૂ થઈ.

ભારત સરકાર દ્વારા ઈ.સ. ૧૯૮૬માં અમલમાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરિણામે શિક્ષણનો વ્યાપ વધ્યો.

વિવિધ સંસ્થો જેવી કે આઈ.ટી.આઈ, આઈ.આઈ.ટી અને આઈ.આઈ.એમની સ્થાપના થઈ. સર્વ શિક્ષા અભિયાન, આર.ટી.ઈ  જેવા વિવિધ કાર્યક્રમો અમલમાં આવ્યા.




યુ.જી.સીની ભલામણોથી શિક્ષણની ગુણવતા સુધરી.

આમ, સમાજ, સંસ્કૃતિ અને આધુનિકતાના પરિણામે શિક્ષણનો વ્યાપ ધણો વધ્યો.



Comments